સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ,લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકવાદી મુદાસુર પંડિત ઠાર

જમ્મુ કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. રાતભર  જારી અથડામણમાં સુરક્ષાદળોના હાથમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ આ દરમિયાન લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા…..

કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે હાલમાં 3 પોલીસકર્મી, 2 કોર્પોરેટર્સ અને 2 નાગરિકોની હત્યામાં શામેલ લશ્કર-એ-તૈયબાના ટોપ આતંકવાદી મુદાસુર પંડિત સોપોર અથડામણમાં માર્યો ગયો છે.

પોલીસની જણાવ્યાનુંસાર ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં ગુંડ બ્રથ વિસ્તારમાં રવિવારે મોડી રાતે આતંકવાદીઓની સાથે સુરક્ષાદળોનું એન્કાઉન્ટ થયુ હતુ. આતંકવાદીઓ અંગે સૂચના મળતા જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો જે બાદ આતંકવાદીઓએ ગોળીબારી શરુ કરી દીધી. જેમાં સુરક્ષાદળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.