આ એક નિર્વિવાદ હકીકત છે કે સ્માર્ટફોન દરેકા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. જોકે, તેનો વધુ પડતો ઉપયોગ માનવ સંબંધો અને તેમના વર્તનને અસર કરી રહ્યો છે અને તે માટે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સર્વે કરી રહ્યાં છીએ. આ વર્ષ 2021ના સર્વેમાં અમારું મુખ્ય ફોકસ પેરેન્ટ્સ અને માતા-પિતાના સંબંધો પરનું હતું અને અમે પેરેન્ટસને એવુ પૂછવા માંગતા હતા કે જે તેમનું મન પહેલેથી જાણતું હતું. સર્વેના તારણમાં અમે જોયું કે કોવિડ પહેલાંના સમયની સરખામણીમાં અત્યારે લોકોના સ્માર્ટફોન પર વિતાવતા સમયમાં 32 ટકાનો વધારો થયો છે.
– 66 ટકા પેરેન્ટ્સે બાળકો સાથે સમય પસાર કરતી વખતે તેમના સ્માર્ટફોન પર રહેતા હોવાની કબૂલાત કરી છે.
– 74 ટકા પેરેન્ટ્સને લાગે છે કે સ્માર્ટફોનને કારણે તેમના અને બાળકોના સંબંધો બગડી રહ્યા છે
– 75 ટકા લોકોએ કહ્યું કે, તેઓ સ્માર્ટફોનને કારણે વિચલિત થઇ ગયા છે અને બાળકો સાથે હોવા છતાં તેમના પ્રત્યે ધ્યાન આપતા નથી
– 69 ટકા લોકોએ કહ્યું જ્યારે તેઓ સ્માર્ટફોનમાં ડૂબી જાય ત્યારે તેમને આસપાસ હાજર લોકો અને બાળકો પર ધ્યાન રહેતું નથી
– 74 ટકા લોકોએ સ્વીકાર્યું કે સ્માર્ટફોન યૂઝ કરતા હોવાથી તેમના બાળકો તેમને કંઈક પૂછે ત્યારે તેઓ ચીડાઈ પણ જાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.