એફઈ વૉરેન એરફોર્સ બેસ પર ફરજ બજાવતા અમેરિકી વાયુ સેનામાં એરમેન દર્શન શાહને યૂનિફોર્મમાં તિલક લગાવવાની ધાર્મિક છૂટ આપવામાં આવી છે. જ્યારે શાહને તિલક લગાવવાની ધાર્મિક છૂટની માંગ કરવાના સમાચાર સામે આવ્યા છે. આ પછી દુનિયાભરથી ઓનલાઈન ચેટ ગ્રૂપ પર તેમને ભરપૂર સમર્થન મળી રહ્યું હતું.અને હાલમાં જ્યારે શાહને વર્દી સાથે તિલક લગાવવાની છૂટ મળવાથી તમામ લોકો ખુશી અનુભવી રહ્યા છે.
શાહે મીડિયાને કહ્યું કે ટેક્સાસ, કેર્લિફોર્નિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં મારા અનેક દોસ્ત છે અને મારા માતા-પિતાને મેસેજ કરી રહ્યા છે. તેઓ ખુશ છે કે વાયુસેનામાં કંઈક નવું થયું છે.અને એવું કે જેના વિશે તેઓએ પહેલા ક્યારેય સાંભળ્યું કે વિચાર્યું પણ મન હતું. પરંતુ આ શક્ય બન્યું છે. શાહને માઈટી નાઈનટીમાં તેમના સહયોગીનું પણ સમર્થન મળી રહ્યું છે. શાહે કહ્યું કે તેને એક શબ્દમાં કહીએ તો રોજ કામ કરવાના સમયે તિલક લગાવવું એ અદ્ભૂત છે.
દર્શન શાહને અમેરિકી એરફોર્સમાં તિલક લગાવવાની છૂટ મેળવવા માટેના પાયાના સૈન્ય પ્રશિક્ષણની સાથે લડાઈ લડવી પડી છે. બીએમટીમાં શિક્ષણ લેતી સમયે શાહને છૂટ માટે ટેક શાળા સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું. ટેક સ્કૂલમાં તેમને ત્યાં સુધી રાહ જોવા કહેવામાં આવ્યું જ્યાં સુધી તેઓ પોતાના પહેલા ડ્યૂટી સ્ટેશન પર પહોંચી જતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.