સુરત: સુરત શહેરમાં ટ્રાફિક પોલિસ દ્વારા સીસીટીવીની મદદથી ઇ-મેમો આપવાની શરૂઆત ઘણા સમયથી કરી દેવામાં આવી હતી. પરંતુ ઇ મેમાનો દંડ ભરવાની મેન્ટાલીટી શહેરીજનોમાં નહી હોવાથી સુરત પોલિસને દંડ પેટે વસુલવાની રકમ 60 કરોડને પાર પહોચી ગઇ હતી. જેથી સુરત ટ્રાફિક પોલિસ દ્વારા આ દંડની કડકાઇથી વસુલ કરવાની શરૂઆત કરી છે. સુરત ટ્રાફિક પોલિસ દ્વારા એવા 1700 લોકોની લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમને 100 વારથી વધુ ઇ મેમો દ્વારા દંડ ફટાકારવામાં આવ્યા હોઇ અને તેમણે દંડ ભર્યો ન હોય.
સુરત પોલિસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેન્યુઅલી ટ્રાફિક નિયમોનો દંડ આપવાની સાથે વાહન ચાલકોને ઇમેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરતીઓ દ્વારા ઇ મેમોના દંડ ભરવામાં ઉદાસીનતા બતાવવાની સાથે ઇગનોર કરતા આખરે સુરત ટ્રાફિક પોલિસ દ્વારા મહતમ દંડ હોવા છતા પણ નહિ ભરનાર 1700 લોકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમણે 100 વારથી વધુ દંડ મળ્યો હોવા છતા પણ દંડ નથી ભર્યો એવા લોકો પણ છે.
સુરત ટ્રાફિક પોલિસ ડીસીપી પ્રસાંત સુંબેએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ટ્રાફિક પોલિસ દ્વારા સુરત આરટીઓને પણ તમામ ડેટા મોકલવાની શરૂઆત કરી દીધી છે, જેથી વાહન માલીક ફેર બદલ દરમિયાન જો ઇ-મેમોના દંડ ભરવાના બાકી હશે તો તે પણ ટ્રાન્સફર થઇ શકશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.