સુરતના આપઘાતનો એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાના આપઘાત માટે પોતાને જવાબદાર હોવાનું માનીને એક પુત્રએ આપઘાત કરી લીધો છે. યુવકના પિતા (Father)નું 15 દિવસ પહેલા રોડ અકસ્માતમાં મોત થયું હતું. 15 દિવસ બાદ પુત્રએ પણ આપઘાત કરી લેતા પરિવાર માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
રાહુલના લગ્ન વર્ષ 2016માં મહારાષ્ટ્રમાં રહેતી યુવતી યુવતી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. બાદમાં પત્નીએ ઝઘડા કરી પરિવારમાં કંકાસ શરૂ કર્યો હતો. જેના પગલે અઢી વર્ષથી પત્ની પિયર ચાલી ગઈ હતી.
રાહુલની પત્નીએ તેની સામે મહારાષ્ટ્રમાં દહેજ અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી રાહુલ અને તેના પિતા દહેજના કેસ મામલે મહારાષ્ટ્રની કોર્ટમાં હાજરી આપવા જતા હતા. જ્યાં પિતાનું અકસ્માતમાં મોત થયું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.