સુરતમાં કોરોના સંક્રમણે વધારી ચિંતા,કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો

સુરત શહેરમાં બ્રિટન અને આફ્રિકન સ્ટ્રેનના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં મનપા કમિશનર બંછાનીધિ પાની દ્વારા વારંવાર આ અંગે ચેતવણી અને અપીલ કરવામાં આવી રહી છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા અલગ અલગ ફરિયાદો કરવામાં આવી રહી છે.

અલગ અલગ વ્યવસાયના લોકોના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. ગઇકાલે ટેક્સટાઇલ માર્કેટમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 19 વિદ્યાર્થીઓ અને 35 શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ નોંધાય ચૂક્યા છે.

સુરતના રાંદેર અને લીંબાયત ઝોનને રેડ ઝોન જાહેર કરાયા છે. જ્યારે અઠવા ઝોન પહેલાથી જ રેડ ઝોનમાં છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 476 કેસ અને ગ્રામ્યમાં 101 નવા કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.