ઉલ્લેખનીય છે કે, 25 થી 28 ફેબ્રુઆરી સુધીમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી લઈ લેવાના આદેશ અપાયા છે.
એવા પણ આદેશ આપવામાં આવ્યા છે કે, પ્રથમ ડોઝ લેનારને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. જે કોરોના વોરિયર્સ રજીસ્ટર્ડ થયાં છે અને વેક્સિન લેવાથી વંચિત રહ્યા છે તેમને કોરોનાની રસી આપવામાં આવશે
આજે 264 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 1690 એક્ટિવ કેસ છે. જેમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4405 છે. અમદાવાદ શહેરમાં આજે 66 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી છે. હાલ ચૂંટણીનો માહોલ છે અને પાડોશી રાજ્યોમાં કોરોનાનું સંકટ વધ્યું છે તેથી ગુજરાતને પણ સચેત થઇ જવાની જરરૂ છે.
અત્યાર સુધીમાં કુલ 8,12,547 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 55,409 વ્યક્તિઓના બીઝા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું.
આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડો.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે, લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી છે.
અમદાવાદ શહેરમાં 66-ગ્રામ્યમાં 2, વડોદરા શહેરમાં 57-ગ્રામ્યમાં 8, સુરત શહેરમાં 46-ગ્રામ્યમાં 1, રાજકોટમાં 16-ગ્રામ્યમાં 6 અને કચ્છમાં 11 કોરોનાના કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.