સુરતમાં કોરોનાનો કહેર,લિંબાયત ઝોનમાં સૌથી વધુ ક્વોરન્ટાઈન લોકો

સુરતમાં મનપા દ્વારા ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાય છે જેમાં આંકડા ચોંકાવનારા છે. શહેરમાં હાલ 79,231 ઘરો હાલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં 3.50 લાખથી વધુ વસતી ક્વોરન્ટાઈન છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.