સુરત શહેરમાં આર્થિક સંકડામણને કારણે આપઘાત (Suicide)ના અનેક બનાવો સામે આવ્યા છે. સુરતના પુણા વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક રત્નકલાકારે (Diamond worker) પોતાનું કામ છૂટી જતા અને ફરીથી નવું કામ નહીં મળતા આવેશમાં આવીને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા રત્નકલાકાર પત્ની અને બાળકને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. જે બાદમાં ઘરે આવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આવા લોકો પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત અથવા તો તેમનું ભરણ પોષણ નહીં કરી શકતા હોવાથી આવેશમાં આવીને આપઘાત કરવા સુધીના પગલા ભરી લેતા હોય છે.
સુરતના પુણા કારગીલ ચોક શિવનગર સોસાયટી ખાતે રહેતા પ્રકાશભાઈ શવજીભાઈ પોલરા હીરાના કારખાનામાં કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી કામ ન મળતા પ્રકાશ આર્થિક સંકડામણમાં સપડાયો હતો. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી સતત માનિસક તાણ અનુભતો હતો.
પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કામ ન મળતા વ્યથિત થઈને રત્નકલાકારે આપઘાત કરી લીધાની વિગત સામે આવી છે. રત્નકલાકારના આવા પગલાંથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.