સુરતમાં કાળમુખા ડમ્પરે, 15 લોકોને કચડી નાંખતા, ઘટના સ્થળે જ, કમકમાટીભર્યા નીપજ્યાં મોત

રાજ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે સુરત (Surat) ના કીમ માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર (Working family) માટે યમરાજ બનીને આવેલા કાળમુખા ડમ્પરે 15 લોકોને કચડી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

સુરત અકસ્માત મુદ્દે રાજસ્થાનના CMએ ટ્વીટ કર્યું છે. CM અશોક ગેહલોતે સુરતની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. જેમાં બાસવાડાના મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ ગેહલોત દ્વારા કરવામાં આવી છે.

મોદી સરકારે સુરતની આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટલા મૃતકોના પરિવારને રૂ.2 – 2 લાખની સહાયની પણ જાહેરાત કરી છે.

ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મોડીરાત્રે ઘટના સ્થળે જ જાણવા મળ્યું હતું કે કીમથી માંડવી તરફ જતાં રસ્તામાં પાલોદ ગામ આવ્યું છે. આ ગામની સીમમાં રસ્તાના કિનારે શ્રમિકો પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે.

ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર રસ્તાના કિનારે આવેલા પુટપાથ પર ચઢી જતાં સૂતેલા 20 શ્રમિકોને કચડી નાંખ્યા હતા. ભર નિંદર માણી રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલમાં ખસેડ્યા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.