સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને પોતાની આપવીતિ વર્ણવી હતી.
જેમાં તેણે કહ્યું હતું કે, પતિ દરરોજ મારે છે અને સાસરિયાઓ ત્રાસ આપે છે. આ સાથે મહિલાએ કહ્યું હતું કે, પતિ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો.
જોકે પહેલા લગન જીવન બરાબર ચાલતું હતું. લગ્નના ત્રણ માસ બાદ જ જાગૃતિના સાસુ ચંપાબેન ઘરમાં નાની નાની બાબતે ન સંભળાય તેવુ બોલ-બોલ કરતા હતા અને તેના સસરા પણ સારી રસોઇ બનાવતી નથી અને તને અમારે રાખવાની થતી નથી .
14 માસ અગાઉ લગ્ન થયા હતા છતાં ગૌતમ ક્યારેય સાસરે ગયો નહોતો. જોકે પરણિતા આ તમામ વચ્ચે રહેતી હતી એન સારિયાઓનો ત્રાસ સહન કરતી હતી. જોકે આ વચ્ચે જાગૃતિ ગર્ભવતી બની હતી અને તેને અઢી માસનો ગર્ભ હતો. તો પણ દરરોજ સાસરિયાનો ત્રાસ અને પતિની મારઝૂડને લઈને આ પરણીતાએ આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.