કોરોના મહામારીને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝ્માના ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે 33 વર્ષીય ડૉ.ચૌપલ ડેબનાથે ચાર વખત પ્લાઝ્માનું દાન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં કોન્વેલેસન્ટ પ્લાઝ્મા કોરોનાની રોગની ગંભીરતા ઓછી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે.
કોરોના મહામારીને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝ્માના ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે 33 વર્ષીય ડૉ.ચૌપલ ડેબનાથે ચાર વખત પ્લાઝ્માનું દાન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં કોન્વેલેસન્ટ પ્લાઝ્મા કોરોનાની રોગની ગંભીરતા ઓછી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે
ડૉ.ચૌપાલે કહ્યું કે છે કે, કોરોનાની મહામારીમાં પ્લાઝ્મા એક અસરકારક હથિયાર સાબિત થયું છે. જે ઝડપથી રિકવર થતા પ્લાઝ્મા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો. સપ્ટેમ્બરમાં પહેલી વખત પ્લાઝમાં ડોનેટ કર્યું. ત્યારબાદ દર 45 દિવસ બાદ પ્લાઝમાં ડોનેટ કર્યું છે અને આજે ચોથી વખત પ્લાઝ્મા ડોનેટ કર્યું છે
પ્લાઝ્મા ડોનેટ કરવા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે. આવા કોરોના યોધ્ધાઓ થકી કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે અને હાલ કોવિડની સ્થિતિમાં જીવનરક્ષક ગણાતી સ્વદેશી વેક્સિન 45 વર્ષ ઉપરની વયની દરેક વ્યક્તિઓ વેક્સિન અચૂક પણે લઈ લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.