કોરોના ટેસ્ટીંગ સેન્ટર, હોસ્પીટલ સાથે સાથે સુરતના સ્મશાનોમાં પણ, ફુલ થઈ રહ્યાં છે હાઉસ

સુરતમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકરી ગયો છે કે કોરોના ટેસ્ટીંગ સેન્ટર, હોસ્પીટલ સાથે સાથે સુરતના સ્મશાનોમાં પણ હાઉસ ફુલ થઈ રહ્યાં છે.

૨૪ કલાક સ્મશાનોની ભઠ્ઠી ચાલે છે છતા લાશોનો ખડકલો થઇ રહ્યો છે. સારવાર માટે દાખલ થવા વેઇટીંગ ઉપરાંત સ્મશાનમાં અંતિમક્રિયા માટે પણ ત્રણથી પાંચ કલાકનું વેઇટીંગ ચાલીરહ્યું છે.

ઢગલાબંધ મૃતદેહો વેઇટીંગમાં હતા. સુરતમાં ગંભીર બનેલી મહામારીની આ પરિસ્થિતિનો વિડીયો પણ વાયરલ થયો છે. ઉમરા સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમ વિધિ માટે ટોકન પ્રથા શરૃ કરવામાં આવી છે. સ્મશાનના સભ્યો કહે છે આ ટોકન પ્રથા કોરોનાના કારણે નહીં પરંતુ થોડા દિવસ પહેલાં એક વેપારનું બોગસ અંતિમ ક્રિયા કરવામાં આવી તેના કારણે ટોકન પ્રથા શરૃ કરવામા આવી છે.

સુરત મહાનગરપાલિકા અને સરકાર પોઝીટીવ કેસ અને કોરોનાના સત્તાવાર આંકડા જાહેર કરે છે તે અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોરોનામાં મોતનો આંકડો ૮-૧૦ અપાઇ રહ્યો છે પણ સ્મશાનોમાં જોવા મળતા દ્રશ્યો સુરતની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.