સૂર્યદેવને ઈજા થતા બેભાન થયા! પૃથ્વી પર અહીં પડ્યા હતા સૂર્યના 3 ટુકડા,

પૃથ્વી પર સૂર્ય ભગવાનના ટુકડાઓ જ્યાં પડ્યા હતા તે જ ત્રણ સ્થાનો પર સૂર્ય ભગવાનને સમર્પિત મંદિરો બનાવવામાં આવ્યા છે. આ પાછળનું મોટું કારણ ભગવાન શંકરને માનવામાં આવે છે. જાણો શું છે પૌરાષિક કથા…

આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે, ભગવાન સૂર્યના 3 ટુકડાઓ થયા હતા. આ ત્યારે થયું જ્યારે સૂર્ય અને શંકર વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ પાછળ રાવણના દાદા સુમાલીનું નામ પણ સામે આવે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, રાવણના માતા પિતાએ મહાદેવ પાસેથી તેની રક્ષાનું વરદાન માંગ્યું હતું, જ્યારે તેને શક્તિ મળી, ત્યારે તે અજેય બની ગયો અને એક સમયે તે બ્રહ્માંડના વિનાશ માટે સૂર્યદેવ પાસે પહોંચવા લાગ્યો હતો.

સુમાલીને આકાશ તરફ જતા બચાવવા ભગવાન સૂર્યે તેના પર હુમલો કર્યો હતો. સુમાલી સૂર્યની શક્તિ સામે ટકી શકવા સક્ષમ ન હતી. તેથી તેણે ભગવાન શિવને બોલાવ્યા હતા. વરદાન આપવાને કારણે તેને ભગવાન શંકર પાસે આવવું પડ્યું હતું. આ દરમિયાન શિવને સૂર્યદેવ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.

યુદ્ધ દરમિયાન શિવે સૂર્યદેવ પર ત્રિશૂળ વડે હુમલો કર્યો, જેના કારણે તેઓ ત્રણ ટુકડા થઈ ગયા હતા. આ ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ પડ્યા હતા અને આજે એ જ જગ્યાએ મંદિર બનેલું છે.

આજે, સૂર્ય ભગવાનના ટુકડાઓ જ્યાં પડ્યા હતા તે જ ત્રણ સ્થાનો પર સૂર્ય ભગવાનને સમર્પિત મંદિરો બનાવવામાં આવ્યા છે. જ્યાં પહેલો ટુકડો પડ્યો હતો ત્યાં કોણાર્ક સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે. તે ઓડિશા રાજ્યમાં છે. બીજો ટુકડો બિહારમાં છે, જ્યાં દેવરક સૂર્ય મંદિર આવેલું છે અને લોલાર્ક સૂર્ય મંદિર ઉત્તર પ્રદેશમાં કાશી પાસે છે.

ભગવાન શંકરના ત્રિશૂળથી સૂર્યદેવને ઈજા થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેના પિતા કશ્યપ ગુસ્સે થયા અને શિવને શ્રાપ આપ્યો હતો. શ્રાપ એ હતો કે, એક દિવસ શિવ પણ પોતાના પુત્ર પર ત્રિશૂળનો ઉપયોગ કરશે. આ શ્રાપને કારણે શિવે બાલગણેશ પર ત્રિશૂળ વડે હુમલો કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.