દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. પરંતુ કોઈ પરિણામ આવી રહ્યું નથી. ત્યારે વિસેરા રિપોર્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને હવે આ રિપોર્ટ પણ આવી ગયો છે. સુશાંતની આત્મહત્યાને લઈ ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમાંથી પણ કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી. જ્યારથી સુશાંતનુ મોત થયું ત્યારથી જ લોકો શરીરમાં ડાઘ તેમજ કોઈએ ઝેર આપીને માર્યો જેવા અનુમાન લગાતવા હતા.
હવે વિસેરા રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન નથી. કે પછી સુશાંતના શરીરમાં કોઈ પ્રકારનું જહેર પણ નથી મળ્યું. તેથી હાલની ખબર અનુસાર કોઈ રીતે મર્ડરના એંધાણ નથી. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે.
13 જુલાઈના રોજ મુંબઇ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ટીમના સભ્યોને પૂછપરછ માટે મળ્યા હતા, ત્યારબાદ તેઓ તપાસના અંતિમ તબક્કા તરફ આવ્યા હતા. ફોરેન્સિક ટીમના પાંચ સભ્યો પોલીસને વ્યક્તિગત રૂપે મળ્યા હતા. પોલીસ ફોરેન્સિક ટીમને મળ્યા બાદ પણ આ કેસમાં કંઇ સનસનાટીભર્યું નહોતું થયું. આજના સમાચાર પ્રમાણે સુશાંત કેસમાં મુંબઈ પોલીસે મહેશ ભટ્ટની પણ 2 કલાક પૂછપરછ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.