સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના મુદ્દેે બિહારના ડીજીપીએ મુંબઇ પોલીસનો લીધો ઉધડો

 

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અને શુભચિંતકો માટે આજનો દિવસ ખુશાલી લઇને આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સુશાંતનો કેસ સીબીઆઇ તપાસની માંગણી સ્વીકારી છે. હવે સુશાંતને ન્યાય મળશે તે જાણીને જ લોકો આનંદમાં આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે મુંબઇ પોલીસને સુસાંતના કેસના દરેક પુરાવા  સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો  છે. આ દરમિયાન બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ  રિયા અને મુંબઇ પોલીસ પર ફટકાર વર્સાવ્યો છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સુશાંતના ફેંસલાથી હુ ંબહુ ખુશ થયો છું. લોકોનો કોર્ટ પરનો ભરોસો વધુ મજબૂત થયો છે. મુંબઇ પોલીસે જે રીતે સુશાંતના કેસની તપાસ દરમિયાન અમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો છે તે ગેરકાયદેસર હતો. અમારા એસપી વિનય તિવારીને પણ તેમણે ક્વોરોનટાઇન કરી દીધા હતા. રિયાચક્રવર્તીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર ટીપ્પણી કરી છે, પરંતુ આ અભિનેત્રી કોઇ ઓકાત નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આજે એ ફેંસલાએ  પુરવાર કરી દીધું છું કે, બિહાર પોલીસ સાચી હતી. મુંબઇ પોલીસે તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.

બોલીવૂડની સેલિબ્રિટીઓ  જેવી કે મધુર ભંડારકર, કંગના રનૌત, અક્ષય કુમાર સહિત અનેકોએ વધાવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.