એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતના મોતના મામલે નોંધાવેલી ફરિયાદ બાદ બિહાર પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.
આ મામલાની તપાસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ટકરાવ પણ થઈ રહ્યો છે ત્યારે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યુ હતુ કે, સુશાંતસિંહ રાજપૂતના મોતના રહસ્ય પરથી અમે પડદો ઉઠાવીને રહીશું. આ મામલાનુ સત્ય સામે આવવુ જ જોઈએ અને આ માટે બિહાર પોલીસ સક્ષમ છે.સુશાંતસિંહ રાજપૂતના પરિવારને લાગતુ હોય તો તે સીબીઆઈ તપાસની માંગણી કરી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, બિહાર પોલીસ પાસે હાલમાં તો પીએમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ પણ નથી આવ્યા .જેમને આરોપી બનાવાયા છે તે ભાગતા ફરી રહ્યા છે. એટલા માટે જ દાળમાં કાળુ હોવાની શંકા વધી રહી છે. બિહાર પોલીસ આસાનીથી કેસ હાથમાંથી જવા નહી દે.સુશાંતના મોત પાછળના જવાબદારોને જેલના સળિયા પાછળ મોકલીને રહીશું.
ગુપ્તેશ્વર પાંડેના કહેવા પ્રમાણે મુંબઈ પોલીસે અમને સીસીટીવી અને મોતને લગતા કાગળો આપવા પડશે.અમારી પાસે પીએમ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ પણ નથી. જેમની મુંબઈ પોલીસે પૂછપરછ કરી છે તેમની પણ જાણકારી અમને આપવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.