સુશાંતના મોત પાછળ ડોન દાઉદનો હાથ, રોના પૂર્વ ઓફિસરનો સ્ફોટક આક્ષેપ

બોલીવૂડના પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા પાછળનુ કારણ પોલીસને તો હજી જાણવા નથી મળ્યુ પણ ભારતની જાસૂસી સંસ્થા રોના એક પૂર્વ અધિકારીએ સોશ્યલ મીડિયા પર કરેલા દાવાથી સનસની મચી છે.

રોના પૂર્વ ઓફિસર એન કે સૂદે વીડિયો અપલોડ કરીને નવી થીયરી રજૂ કરી છે.તેમનો આરોપ છે કે, સુશાંતની આત્મહત્યા પાછળ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ છે.સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા થઈ છે.

સૂદના કહેવા પ્રમાણે દાઉદના સાગરીતો સુશાંતને ફોન પર ધમકીઓ આપતા હતા.જેનાથી સુશાંત તનાવમાં રહેતો હતો.તેમનાથી બચવા માટે સુશાંતે એક મહિનામાં પચાસ સીમ કાર્ડ બદલ્યા હતા.સૂદનો આરોપ છે કે, સુશાંતની દરેક જાણકારી તેના નિકટના મિત્ર થકી સલમાન ખાન અને કરણ જૌહર સુધી પહોંચતી હતી અને એ પછી અન્ડર વર્લ્ડને પણ જાણકારી પહોંચતી હતી.

સૂદે દાવો કર્યો છે કે, સુશાંતની બિલ્ડિંગના સીસીટીવી કેમેરા તેના મોતના એક દિવસ પહેલા જ બંધ કરી દેવાયા હતા અથવા ખરાબ કરી દેવાયા હતા.સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેની આત્મહત્યા પહેલા ઘર છોડીને જતી રહી હતી.આ ઘટના અંગે મહેશ ભટ્ટને પણ જાણકારી હતી.

સૂદે આ ઘટનાના તાર પાકિસ્તાનના ઈવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકી અને બ્રિટનના બિઝનેસમેન અનિસ મુસર્રત સાથે પણ જોડ્યા છે.

જોકે મુંબઈ પોલીસની તપાસમાં આવી કોઈ થીયરીને હજી સુધી સમર્થન મળ્યુ નથી.પોલીસનુ તો એમ પણ કહેવુ છે કે સીસીટીવી કેમેરા ચાલુ જ હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.