સુશાંત સિંહ આત્મહત્યા કેસ, સંજય લીલા ભણસાલીને પૂછપરછ માટે પોલીસનુ તેડુ

બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ બોલીવૂડના જાણીતા પ્રોડયુસર અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે.

પોલીસ આ કેસમાં સંખ્યાબંધ લોકોની અત્યાર સુધી પૂછપરછ કરી ચુકી છે.જેમાંથી ઘણા બધા બોલીવૂડ સાથે સંકળાયેલા છે.હવે મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલીને હાજર થવા માટે સમન્સ મોકલ્યુ છે.

સુશાંતને લઈને ફિલ્મ ક્રિટિક સુભાષ ઝાએ કહ્યુ હતુ કે, સંજય લીલા ભણસાલીએ ત્રણ ફિલ્મો માટે સુશાંતનો એપ્રોચ કર્યો હતો.જેમાં બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદમાવત સામેલ હતી.પણ સુશાંત આ ફિલ્મો કરી શક્યો નહોતો.ભણસાલી જેવાની ત્રણ ઓફર સુશાંત ના સ્વીકારી શકે તો બોલીવૂડમાં સુશાંતનો બોયકોટ થઈ રહ્યો હતો તે વાતમાં ક્યાંથી દમ હોય?

ઉલ્લેખનીય છે કે, સુશાંતની આત્મહત્યા બાદ બોલીવૂડમાં સગાવાદને પ્રોત્સાહન અપાતુ હોવાની અને બહારના પ્રતિભાશાળી કલાકારોને અન્યાય કરાતો હોવાનો નવો વિવાદ છેડાઈ ચુક્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.