સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીની સતત ત્રીજા દિવસે પણ CBI એ 8 કલાક પૂછપરછ કરી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા પ્રકરણે તપાસ ચલાવતી સીબીઆઇએ આજે સતત ત્રીજા દિવસે રિયા ચક્રવર્તીની આઠ કલાક પૂછપરછ કરી હતી.

આજે સવારે ૧૦.૩૦ વાગ્યે રિયા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ હતી.  ત્યારથી તેની સતત પૂછપરછ ચાલી હતી અને તે સાંજે સાત વાગ્યે પૂછતાછ પતાવી બહાર આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર પૂછપરછ દરમિયાન આજે રિયાનું વર્તન સારું નહોતુ. આજે પૂછતાછ દરમિયાન મહિલા પોલીસકર્મીઓને બોલાવવામાં આવી હતી.

આજે રિયા ઉપરાંત સિધ્ધાર્થ પિઠાની, સેમ્યુઅલ મિરાન્ડા પણ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા  હતા. પહેલા દિવસે સીબીઆઇએ દસ કલાક બીજા દિવસે  સાત કલાક અને આજે આઠ કલાક પૂછપરછ કરી  હતી. સૂત્રોનુસાર આજે ડ્રગ્સ બાબતે સવાલોનો મારો કરવામાં આવતા રિયા ભડકી ઉઠી હતી. ગત ત્રણ દિવસોની ઉલટ તપાસ દરમિયાન રિયાને ૧૦૦થી વધુ પ્રશ્નનો પૂછવામાં આવ્યા હતા. આજે રિયાને સુશાંતના ક્રેડિટ કાર્ડ અને તેની મેડિકલ સારવાર દરમિયાન થયેલા ખર્ચની બાબતે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સાથે જ ડ્રગ્સ બાબતે તેને પ્રશ્ન પૂછવામાં આવતા તે ભડકી ઉઠી હતી અને સીબીઆઇની ટીમ સાથે વિવાદમાં ઉતરી પડી હતી. રિયાએ મહિલા સીબીઆઇ અધિકારી નૂપુર પ્રસાદ સાથે વાદવિવાદ પણ કર્યો હતો તેવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આજે સીબીઆઇએ સુશાંતના પૈસાના ખર્ચા બાબતે સવાલો કર્યા હતા ત્યારે રિયાએ જણાવ્યું  કે સુશાંતના પૈસાએ ખર્ચ નહોતી કરતી પણ સુશાંત  સામેથી પૈસા ખર્ચ કરતો. ત્યારે સીબીઆઇએ તેને સવાલ કર્યો હતો કે જો વાત એમ હતી તો તેણે સેમ્યુઅલ મિરાન્ડા પાસેથી સુશાંતના ડેબિટ કાર્ડનો પીન નંબર શા માટે મેળવ્યો હતો ? જોકે સીબીઆઇના આ પ્રશ્ન સંદર્ભે રિયા ચુપ રહી હતી. આ ઉપરાંત સુશાંત ડિપ્રેશનમાં હતો તે બાબતે મેડિકલ રિપોર્ટને આધારે દોવા કર્યો હતો. ત્યારે સીબીઆઇએ પ્રશ્ન કર્યો હતો કે જો તે ડિપ્રેશનમાં હતો તો તે સુશાંતને છોડી શા માટે નિકળી ગઇ હતી ? સીબીઆઇના આ સવાલનો પણ તેની પાસે કોઇ જવાબ નહોતો. સીબીઆઇના સતત પ્રશ્નથી ગુસ્સે થયેલ રિયાએ સીબીઆઇના અધિકારીઓ સાથે વિવાદ પણે કર્યો હતો.

સુશાંત રાજપૂત કેસ : આજે ગૌરવ આર્ય ઇડી સામે થશે હાજર

ડ્રગ્સની લે-વેચ બાબતે થઇ શકે છે પૂછપરછ

અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યા પ્રકરણે મની લોન્ડરિંગ બાબતે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)  દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. શરૃઆતમાં નપોટીઝમ ત્યારબાદ મની લોન્ડરિંગ અને હવે ડ્રગ્સની લે-વેચનની માહિતી પણ સામે આવી છે. હવે આ મુદ્દે ડ્રગ્સ તસ્કરીનું એન્ગલ પણ સામે આવતા ગૌરવ આર્યનું નામ પણ બહાર આવ્યું છે. આજે સોમવારે ગૌરબ આર્ય પૂછપરછ માટે ઇડી સામે હાજર થશે તેવું જાણવા મળ્યું છે.

મૂળ તો ગૌરવ આર્ય એક હોટેલિયર છે પણ સાથે જ હોવાનો આરોપ તેના પર થઇ રહ્યો છે. ગૌરવ આજે સવારે ૧૧ વાગ્યે ઇડીની ઓફિસમાં તપાસ માટે હાજર થશે. આ ઉપરાંત એનસીબી પણ તેને તાબામાં લઇ તેની પૂછપરછ કરી શકે છે રિયાની ચેટમાં ગૌરવનું નામ બહાર આવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.