સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 14 જૂનના મુંબઇમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો તેના પરિવાર, મિત્રો અને ચાહકોના મનમાં ઉઠી રહ્યાં છે. તમામ લોકો માત્ર આ જાણવા મા.ગે છે કે સુશાંત સિંહે આત્મહત્યા કેમ કરી, જો કે, મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. ત્યારે પટનામાં આ મામલે એફઆઇઆર નોંધાયા બાદ બિહાર પોલીસ પણ ઘણી એક્ટિવ થઇ ગઇ છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે.
સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર બ્લેક મેજીક કરવાનો પણ આરોપ લગાવ્યો છે. હવે સામાચાર મળી રહ્યાં છે કે, પૂજાના નામ પર સુશાંત સિંહના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા નિકાળવામાં આવ્યા હતા. પંડિતને પૈસા આપવાથી લઇને પૂજાની સામગ્રી ખરીદવા સુધીનો ઉલ્લેખ સ્ટેટમેન્ટમાં કરવામાં આવ્યો છે. તો આવો તમને જણાવીએ કે, પૂજાના નામ પર સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાંથી ક્યારે-ક્યારે અને કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા.
14 જુલાઇ 2019: 45000 ₹
22 જુલાઇ 2019: 55,000 અને 36,000 ₹
2 ઓગસ્ટ 2019: 86,000 ₹
8 ઓગસ્ટ 2019: 11,000 ₹
15 ઓગસ્ટ 2019: 60,000 ₹
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.