યુવા ચહેરાઓ કે જેમને મંત્રી મંડળમાં સમાવવામાં આવી શકે તેવી સંભાવના હતી આ નામોની અંદર ખાસ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને રીવા બા સહીતના નામોનો સમાવેશ થાય છે
News Detail
હાર્દિક પટેલે કહી આ વાત
હાર્દિક પટેલે કહ્યું કે, પાર્ટી જે જવાબદારી સોંપશે એ જવાબદારીને નિભાવીશું. ફોન આવ્યો છે તે વિશે અલ્પેશ ઠાકોરે કહ્યું, ફોન નથી આવ્યું. ભાજપની જીત બદલ ખુશ દેખાયા હતા પરંતુ વધુ જવાબ આપવાનું તેમને ટાળ્યું હતું. ખાસ કરીને યુવા ચહેરા તરીકે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા રીવાબાનો સમાવેશ પણ મંત્રી મંડળમાં થાય તેવી શક્યતા હતા પરંતુ આ નેતાઓને ફોન નથી આવ્યો.
આ નામો પર સસ્પેન્સ, ગત વખતે હતા મંત્રી મંડળમાં સામેલ
ગજેન્દ્ર પરમાર, જીતુ ચૌધરી, જીતુ વાઘાણી, વિનુ મોરડીયા સહીતના ધારાસભ્યો કે જે દિગ્ગજ નેતાઓ છે તેમના નામોને મંત્રી મંડળમાં સમાવવાને લઈને સસ્પેન્સ છે જેમાંથી આ ધારાસભ્યોને પણ ફોન નથી આવ્યો ત્યારે આ નામોની અંદર ખાસ કરીને પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, ગણપત વસાવા સહીતના નેતાઓ પણ મંત્રી પદથી આ વખતે દૂર રહી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.