ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ ઇજાગ્રસ્ત થવાના કારણે એશિયા કપ 2022ની ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી અને એ ટીમ માટે ખૂબ મોટો ઝટકો હતો, પરંતુ ભારતીય ટીમની મુશ્કેલી અહીં જ સમાપ્ત થઈ નથી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે જસપ્રીત બુમરાહના T20 વર્લ્ડ કપ 2022માં પણ રમવા પર આશંકા છે અને BCCIના અધિકારીએ ચિંતા વ્યક્ત કરી કે T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમની જાહેરાત થવામાં માત્ર એક મહિનો બચ્યો છે અને તેની જે હાલત છે ત્યારબાદ તેને ટીમમાં કદાચ જ સામેલ કરવામાં આવે.
BCCIના એક સીનિયર અધિકારીએ એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, એ ચિંતાનો વિષય છે અને જસપ્રીત બૂમરાહ રિહેબિલિટેશનમાં પાછો આવી ગયો છે અને તેને બેસ્ટ મેડિકલ એડવાઇઝ આપવામાં આવશે અને પરેશાનીની વાત એ છે કે આ તેની જૂની ઇજા છે. T20 વર્લ્ડ કપ માટે આપણી પાસે માત્ર 2 મહિનાનો સમય બચ્યો છે અને તેને આ ઇજા ખૂબ જ ખરાબ સમયમાં થઈ છે. અમે તેની પરિસ્થિતિ પર ખૂબ જ નજીકથી ધ્યાન રાખી રહ્યા છીએ. તે અમારી ટીમનો બેસ્ટ બોલર છે અને તેની ઇજાને સાવધાનીપૂર્વક મેનેજ કરવાની જરૂરિયાત છે.
જસપ્રીત બૂમરાહ પોતાની પીઠની ઇજાના કારણે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ તેને આ પરેશાની તેના અસામાન્ય એક્શનના કારણે થાય છે. તેનું એક્શન, તેના શરીર પર ખરાબ અસર નાખે છે અને તે વારંવાર ઇજાગ્રસ્ત થાય છે. એમ લાગ્યું હતું કે તે હવે આ ઇજાથી બહાર આવી ચૂક્યો છે અને તેમણે ભારત માટે મહત્ત્વની મેચ રમી છે, પરંતુ ફરી એક વખત તેને આ ઇજાએ પરેશાની કરી દીધો છે અને જો જસપ્રીત બૂમરાહ યોગ્ય સમયે ફિટ થતો નથી અને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ભારતીય ટીમનો હિસ્સો બની શકતો નથી તો એ ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.
તો BCCIના અધિકારીએ મોહમ્મદ શમી બાબતે કહ્યું કે, તે હવે યુવા રહ્યો નથી અને તેણે વર્કલોડ પણ મેનેજ કરવાનું છે. તેને બતાવી દેવામાં આવ્યું હતું કે T20 ટીમમાં હવે તેના નામ પર વિચાર કરવામાં નહીં આવે, પરંતુ જ્યારે અમારા બે મુખ્ય પેસર (જસપ્રીત બૂમરાહ અને હર્ષલ પટેલ) ઇજાગ્રસ્ત છે તો અમારે ઓસ્ટ્રેલિયામાં કોઈ વિશ્વસનીય બોલર સાથે જવું પડશે અને મોહમ્મદ શમી ત્યાંનું કન્ડિશન સમજે છે અને તે ટીમ માટે ગ્રેટ ઍસેટ હોય શકે છે, પરંતુ તેના નામ પર વિચાર પછીથી જ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.