રાજકોટ કુવાડવા હોસ્પીટલમાં દાખલ કરી હતી. તેને શ્વાસ ચડી જતા બેભાન થઈ ગઈ હતી ત્યારે હોસ્પિટલના ડોકટરે તેને મૃત ગોશિત કરતા પિતા બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં પડતું મૂકી ફરાર
News Detail
ચોટીલાના રહેવાસી પોતાની બાળકી લઈને રાજકોટ કુવાડવા હોસ્પીટલમાં દાખલ કરી હતી. તેને શ્વાસ ચડી જતા બેભાન થઈ ગઈ હતી ત્યારે હોસ્પિટલના ડોકટરે તેને મૃત ગોશિત કરતા પિતા બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં પડતું મૂકી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચોટીલાના મફતિયા પરામાં રહેતા પિતાએ તેની બાળકીની તબિયત લથડતા તેને સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલે ખસેડી હતી ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી રહ્યા હતા ત્યારે બાળકીને માલિયાસણ નજીક શ્વાસ ચડી જતા તે બેભાન થઈ હતી. બાળકીનું મોત નીપજતા જ દયાહીન પિતાએ તેની બાળકીના મૃતદેહને મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ કરી બાળકીના મોત પાછળનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર ચોટીલાના મફતીયા પરામાં રહેતો વિપુલ વ્યાસ તેની ચાર વર્ષની પુત્રી દિવ્યાની તબિયત લથડતા તેને તે કુવાડવા હોસ્પિટલે સારવાર અર્થે લાવ્યો હતો પરંતુ વધુ પડતી દિવ્યાની તબિયત ખરાબ થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે ટ્રાન્સફર કરવામાં આવી હતી પરંતુ તે માલિયાસણ નજીક પહોંચ્યા ત્યારે તેની ચાર વર્ષની પુત્રી દિવ્યા ને શ્વાસ ચડી જતા બેભાન થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલે લાવતા તેના તબીબો એ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનું મોત નીપજતા છે દયાહીન પિતા તેને તરછોડી ત્યાંથી ભાગી ગયો હતો આ અંગે બનાવની જાણ કુવાડવા પોલીસને થતા પોલીસે બાળકીના મોતનું કારણ જાળવા ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દયાહીન પિતાની શોધખોળ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.