સુરત સુવાલી દરિયામાં પાંચ યુવાનો ડૂબવાના મામલે સોમવારે સવારે ઘટના સ્થળ ઉપર એક કિમી દૂરથી વધુ એક યુવાનની મૃતદેહ મળ્યો છે જેમાં સુરતમાં રવિવારે સમી સાંજે સુંવાલી દરિયામાં નહાવા પડેલા પાંચ યુવાન ડૂબી ગયા હતા. જેમાં સાગર પ્રકાશ સાલવે (ઉ.વ.૨૪), અકબર યુસુફ શેખ (ઉ.વ.રર), વિકાસ દિલીપ સાલવે (ઉ.વ.૨૨) , સચિન રામકુમાર જાતવ (ઉ.વ.૨૨) શ્યામ સંજય સાઉદકર (ઉ.વ.૨૨) નો સમાવેશ થાય છે.
એક કિમી દૂર કિનારા પર અકબર શેખનો મૃતદેહ મળી આવ્યો અને બનાવના સમયે ઘટનાસ્થળે હાજર લોકોએ સાગર અને વિકાસને બહાર કાઢી લીધા હતા. જોકે, સાગરનો જીવ બચી શક્યો નહોતો અને જ્યારે વિકાસનો બચાવ થયો હતો.જેથી ફાયર બ્રિગેડ દ્વારા દરિયામાં ગરકાવ થયેલા અન્ય ત્રણ યુવાનોની કલાકો સુધી શોધખોળ કરાઈ હતી. પરંતુ રવિવારે તેમની કોઈ ભાળ નહોતી. સોમવારે ફાયરની ટીમ ફરી શોધખોળ કરવા સુંવાલી પહોંચી હતી. જો કે, તે પહેલા ઘટનાસ્થળેથી એક કિમી દૂર કિનારા પર અકબર શેખનો મૃતદેહ મળી આવ્યો હતો અને હાલ દરિયામાં લાપતા અન્ય બે યુવકોની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
ઘટનાને પગલે પરિવારમાં ભારે દુઃખની લાગણી ફરી વળી છે રવિવારનો દિવસ હોવાથી સહેલાણીઓ દરિયે ફરવા નીકળી પડ્યા હતા અને સુરતના સુંવાલીના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે ભટારનગર, આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જેમાં વિકાસ સાલ્વે નામના યુવકનો જીવ બચાવી લેવાયો હતો જ્યારે ઇચ્છાપોર ખાતે રહેતા સચિનકુમાર જાદવ અને અન્ય એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને પગલે પરિવારમાં ભાર દુઃખની લાગણી ફરી વળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.