સુઝુકીની ઇન્ટ્રુડર 155cc નું છેલ્લાં છ મહિનામાં એક પણ યુનિટ ન વેંચાતા તેને બંધ કરવામાં આવી રહી છે.આ બાઈક 2017માં સુઝુકીએ લોન્ચ કરી હતી અને હવે આ બાઇકને કંપની બંધ કરવા જઈ રહી છે અને એને હવે તેઓ ઇન્ડિયામાં નહીં વેચે. સુઝુકીની ઇન્ટ્રુડર 155ને બંધ કરવાનું કારણ એનું સેલિંગ છે. 2021ના ડિસેમ્બરથી 2022ના માર્ચ સુધીમાં આ બાઇકનું એક પણ યુનિટ વેચાયુ નથી.
આ અગાઉ 2021ના નવેમ્બરમાં આ બાઇકના આખા ભારતમાં ફક્ત 16 યુનિટ જ વેચાયા હતા અને ઇન્ડિયન માર્કેટમાં આ બાઇક નિષ્ફળ જવાના ઘણાં કારણ છે જેમાં સૌથી પહેલાં તો સુઝુકીની ઇન્ટ્રુડર 155ની ડિઝાઇન ઇન્ડિયન રોડ માટે બની નથી. આ બાઇકની સાઇડ પેનલ એને આકર્ષક જરૂર બનાવે છે, પરંતુ 155cc એન્જિનની આ બાઇકને એ વધુ પડતી વજનદાર બનાવી દે છે અને આ કારણે પણ લોકોએ સુઝુકીની ઇન્ટ્રુડર 155ને ખરીદવાનું પસંદ ન કર્યું.
150 ccની સેગમેન્ટ બાઇકમાં લોકોને સુઝુકીની ઇન્ટ્રુડર 155ની ડિઝાઇન સમજમાં આવી નથી અને આ બાઇકમાં ટ્રાયંગ્યુલર હેડલેમ્પ અને એંગ્યુલર ટ્વીન એક્ઝોસ્ટ સિસ્ટમ છે. આ સાથે જ બાઇકનો પાછળનો ભાગ જરૂર કરતા વધુ લાંબો છે અને વ્હીલ બેઝ લાંબો હોવાથી ઇન્ડિયન માર્કેટમાં આ બાઇકને એક અલગ જ રીતે જોવામાં આવી રહી છે. આ સાથે જ બાઇકમાં પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ પણ લોકોને પસંદ આવ્યો નથી કારણ કે, સમય જતા એની ચમક જતી રહે છે. માર્કેટમાં આ બાઇકની કોમ્પિટિશન બજાજ અવેન્જર સાથે હતી. માર્કેટમાં અવેન્જરની માર્કેટ વેલ્યુ ઘણાં વર્ષ જૂની છે. તેથી પણ તેની સામે આ બાઇક લોકોનો ભરોષો જીતવામાં નિષ્ફળ રહી છે.
આ સાથે જ સુઝુકીની ઇન્ટ્રુડર 155ની કિંમત પણ અવેન્જરની સામે ખૂબ જ વધારે છે અને દિલ્હીમાં આ બાઇકની એક્સ શૉરૂમ કિંમત 1.28 લાખ રૂપિયા હતી જેની સામે અવેન્જરની કિંમત 1.12 લાખ રૂપિયા છે. જો કસ્ટરમ સુઝુકીની ઇન્ટ્રુડર 155ની કિંમતમાં ફક્ત દસ હજાર રૂપિયા વધારે તો તેને આ કિંમતમાં અવેન્જર 220 મળી જાય છે. આ બાઇકની એક્સ-શો રૂમ કિંમત 1.38 લાખ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.