– મોદી નવી શિક્ષા નીતિ પર કરશે સંબોધન
આજે સવારે 11 વાગે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારો વિષય પર દેશને સંબોધિત કરશે. શિક્ષા મંત્રાલય દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં નવી શિક્ષણ નીતિ, ભવિષ્યનું શિક્ષણ, તથા સંશોધન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે પણ સામેલ થશે. જ્યારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, સંસ્થાઓના નિર્દેશક અને કોલેજોના આચાર્યો અને અન્ય શિક્ષણવિદો આ કાર્યક્રમમાં અલગ અલગ વિષયોને લઈ સત્રમાં ભાગ લેશે. તેમજ રાષ્ટ્રીય શિક્ષા નિતીનું માળખું તૈયાર કરનાર સમિતિના તમામ સભ્યો પણ હાજર રહેશે.
29 જુલાઈએ નવી શિક્ષણ નીતિ 2020ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. આ અગાઉ ભારતની શિક્ષણ નીતિ 34 વર્ષ પહેલા 1986માં તૈયાર કરવામાં આવી હતી. અને 1992માં તેને સંશોધન કરવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.