વાસ્તુશાસ્ત્રમાં જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ બતાવવામાં આવેલ છે. આ ઉપાયોની મદદથી ઘણા પ્રકારની પરેશાનીમાંથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે. એટલું જ નહીં વાસ્તુશાસ્ત્રની મદદથી ધનવાન બની શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી ટીપ્સ અને ટ્રીક્સ બનાવવામાં આવેલ છે, જેને કરવાથી વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હંમેશાં જળવાઇ રહે છે અને માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. હકીકતમાં માં લક્ષ્મીને શાસ્ત્રોમાં ધનની દેવીનો દરજ્જો આપવામાં આવે છે અને લખવામાં આવ્યું છે કે જે લોકો પર માં લક્ષ્મીની કૃપા રહે છે. તેમને જીવનમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી.
માં લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન કરવામાં આવે તેના વિશે વાસ્તુશાસ્ત્રમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે અને તેના ઉપાય બતાવવામાં આવેલ છે. તો ચાલો આજે અમે તમને અમારા આર્ટિકલમાં તેના ઉપાયો વિશે વિગતવાર જણાવીએ.
સવારે ઉઠી ગયા બાદ જ્યારે તમે પોતાના ઘરના મુખ્ય દરવાજાને ખોલો ત્યારે માં લક્ષ્મીનું સ્મરણ કરો. હકીકતમાં ઘરના મુખ્ય દરવાજાથી જ માં લક્ષ્મી પ્રવેશ કરે છે. એટલા માટે દરરોજ સવારે ઉઠી ગયા બાદ તમારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલવાનો હોય ત્યારે માં લક્ષ્મીને યાદ કરવા જોઈએ. સાથોસાથ તે વાતનું પણ ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય દરવાજા કાળા રંગના ન હોવા જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકોના ઘરના મુખ્ય દરવાજા કાળા રંગના હોય છે, ત્યાં માં લક્ષ્મી પ્રવેશ કરતા નથી. એટલા માટે મુખ્ય દરવાજા પર લાલ, ભૂરા અથવા હળવા રંગના પેન્ટ કરાવવા જોઈએ.
સ્વસ્તિક, ૐ વગેરે ચિન્હો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિન્હ દરવાજા પર હોવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલા માટે મુખ્ય દરવાજા અથવા દરવાજાની દીવાલ પર આ ચિન્હો જરૂરથી બનાવો. વળી સવારે ઉઠી ગયા બાદ આ ચિન્હોને પ્રણામ કરો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. નિયમિત રૂપથી આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને માં લક્ષ્મીનો વાસ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.