સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી, સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને વધુમાં, જણાવ્યું કે…..

વલસાડમાં 9 વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્વપ્નાબેને તા.24 એપ્રિલના રોજ ટોનસીલની સમસ્યા અને તાવ જણાતા કોવિડ-19નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝીટીવ હતો. સાથે પરિવારના સભ્યોને ટેસ્ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો.

પછીના દિવસે અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળતા સ્વપ્નાબેનને તત્કાલ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા.

સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને વધુમાં જણાવ્યું કે, ‘મને તા.25 એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્સિજન પર લાવવામાં આવી હતી.

ઘરેથી છુટા પડયા ત્યારે દીકરી કશ્વી કહ્યું કે, મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.’ આમ દીકરીના શબ્દોના કારણે મનમાં નવી શકિત અને ઉર્જાનો સંચાર થયો હતો.

તા.4થી મેના રોજ સ્વપ્ના બહેન કોરોના મ્હાત આપીને ઘરે હેમખેમ પહોપ્યા ત્યારે દીકરીને 10 દિવસ બાદ મળી ત્યારે દીકરીને મળવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું સ્વપ્ના બહેને કહ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.