સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૯૮૦ના મોત નીપજ્યાં હતા, તેમજ કોરોનાના નવા ૪.૧૨ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨.૩૦ લાખ અને કુલ કેસ ૨.૧૦ કરોડને પાર થઈ ગયા છે.
દેશમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાથી ૪,૦૦૦ દર્દીનાં મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં સતત બીજા દિવસે એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
વધુમાં કોરોનાના નવા કેસ પણ ૪.૧૨ લાખ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ચાર લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.