સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડાઓ,છેલ્લા 24 કલાકમા 12,059 નવા પોઝિટિવ નોંધાયા કેસો, 78 દર્દીઓએ ગુમાવ્યા પોતાના જીવ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 57,75,322 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,059 નવા  પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે

 કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 22 હજાર 601 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,805 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,48,766 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,54,996 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)
કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 22 હજાર 601 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,805 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,13,68,378 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં (Gujarat) 24 કલાકમાં કોરોના વાયરસના નવા 252 કેસ નોંધાયા છે. જેની સામે 401 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4394 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.38 ટકા છે.
 ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 41, સુરતમાં 31, વડોદરામાં 81, રાજકોટમાં 33, ગાંધીનગરમાં 8, આણંદ, પાટણ, જૂનાગઢ, જામનગરમાં 6-6 સહિત કુલ 252 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, ડાંગ, જામનગર, નવસારી, પંચમહાલ, પોરબંદર અને તાપી એમ 10 જિલ્લામાં કોરાનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતીકાત્મક તસવીર)
ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 41, સુરતમાં 31, વડોદરામાં 81, રાજકોટમાં 33, ગાંધીનગરમાં 8, આણંદ, પાટણ, જૂનાગઢ, જામનગરમાં 6-6 સહિત કુલ 252 કેસ નોંધાયા છે.
બીજી તરફ અમદાવાદમાં 121, વડોદરામાં 103, રાજકોટમાં 62, સુરતમાં 69, અમરેલી, ખેડામાં 5-5 સહિત કુલ 401 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં 2466 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,56,315 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.