આપણા રિકવરી રેટ અને સ્વાસ્થ્યના ઢાંચા પર અસર પડી રહી છે : સ્વાસ્થ્ય મંત્રી

કોરોનાને લઈને થેયલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી છે કે દેશના રિકવરી રેટમાં ઘટાડો આવ્યો છે. ત્યારે રસીકરણની સ્પીડ વધી છે. ઉલ્લેખીય છે કે શુક્રવારે ભારતમાં એક દિવસમાં કોવિડ 19માં 1,31, 968 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 30, 60, 542 થઈ ગઈ.

ત્યારે  780 વધારે લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1, 67, 642 થઈ ગઈ આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હાલમાં 9, 79, 608 લોકોની સારવાર ચાલી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે 1, 19, 13, 292 ,સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે.  આપણો રિકવરી રેટ જે એક સમયમાં ગત 2-3 મહિનામાં 96-97 ટકા થઈ ગયો હતો. હવે ઘટીને 91.22 ટકા થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અમારી પાછલી બેઠકના સમયે સમગ્ર દેશમાં 1, 53, 847 મોત થયા હતા. અને અત્યાર સુધી 1, 67, 642 મોત થઈ ચૂક્યા છે. તે સમયે 123 મોત થઈ રહ્યા હતા. આજે દરેક દિવસે 780 મોત થઈ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડના ઉચ્ચ સ્તરીય સમૂહ મંત્રીઓની 24મી બેઠકમાં કહેવામાં આવ્યું છે કે અમારા મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. હવે આ 1.28 ટકા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે 9 વાગે નવીનતમ આંકડા જણાવે છે કે ભારતમાં 9, 43, 34, 262 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં આપણે 36, 91, 511 ડોઝ આપ્યા છે.

8 જિલ્લામાં ગત 14 દિવસોમાં એક પણ મામલા નથી આવ્યા. ત્યારે 3 જિલ્લામાં ગત 21 દિવસોમાં એક પણ નવા કેસ નથી આવ્યા અને 63 જિલ્લામાં ગત 28 દિવસોમાં એક પણ મામલા નથી આવ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.