ભારત- નેપાળની સોનૌલી સરહદ પાસેની નો મેન્સ લેન્ડ ખાતે રાત્રે ભારે હંગામો થયો હતો.
ભારતમાં નોકરી કરતા ૩૭૦ નેપાળી નાગરિકો કોરોનાથી બચવા માટે દિલ્હીથી બસમાં બેસીને સોનૌલી આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત નેપાળ સુરક્ષા દળના જવાનોએ એમને એમના જ દેશ નેપાળમાં પ્રવેશવા નહિ દેતાં એમની ધીરજ ખુટી ગઇ હતી.
નેપાળી પ્રશાસને આ નેપાળી નાગરિકો માટે સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી.
મોડી રાત્રે, ભોજન પછી સરહદે ઉભેલા નેપાળીઓએ સંગઠિત થઇને એક સાથે નેપાળમાં ઘુસવાની કોશિશ કરતા નેપાળી સશસ્ત્ર દળના જવાનોએ
એમના જ દેશ નેપાળમાં પ્રવેશવા નહિ દેતાં એમની ધીરજ ખુટી ગઇ હતી.
નેપાળી પ્રશાસને આ નેપાળી નાગરિકો માટે સાંજે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી.
મોડી રાત્રે, ભોજન પછી સરહદે ઉભેલા નેપાળીઓએ સંગઠિત થઇને એક સાથે નેપાળમાં ઘુસવાની કોશિશ કરતા નેપાળી સશસ્ત્ર દળના જવાનોએ પહેલાં એમને રોકયા આમ છતાં તેઓ નહિ, માનતાં નેપાળી વહીવટીતંત્રે એમના પર લાઠીચાર્જ કર્યો. ભારતમાં લોકડાઉન હોવાથી તેઓ ના અહીંના રહ્યા કે ના તહીંના, કારણ કે નેપાળ પોલીસ કોરોના વાઇરસના માહોલમાં એમને નેપાળમાં પ્રવેશવા દેતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.