ભારતને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસી મળી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક હોવાના કારણે, SIIનો આ દાવો અત્યંત મહત્વપૂર્ણ છે.
એક ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં કંપની કોવિડ -19 રસી શરૂ કરશે. ત્યાં જ ઝાયડસ કેડિલાની રસીનું ફેઝ 1 ટ્રાયલ પૂર્ણ થવાનું છે. કંપનીનાં ચેરમેન પંકજ પટેલનાં જણાવ્યા અનુસાર, તેઓને આવતા વર્ષ માર્ચ સુધીમાં આ રસી લાવવાની આશા છે.
સીરમ ઇંસ્ટીટ્યુટએ ઓગસ્ટનાં રોજ વેક્સીન માટેનું જોડાણ ગેવી તથા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપની ઘોષણા કરી હતી. કંપની ભારત અને ઓછી આવકવાળા દેશો માટે કોવિડ -19 રસીના 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરી રહી છે. પૂનાવાલાએ કહ્યું કે, “અમે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ટ્રાયલ્સ શરૂ કરીશું.
આ કસોટીઓ ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)ની પાર્ટનરશિપમાં કરી રહી છે. અમે ઓગસ્ટના અંત સુધીમાં રસી બનાવવાનું શરૂ કરીશું. પૂનાવાલા પહેલા પણ આ કહી ચુક્યા છે કે તેમની રસીની કિંમત 3 ડોલરથી વધુ નહીં હોય.
ઝાયડસ કેડિલાએ ZyCoV-D નામની પ્લાઝ્મિડ ડીએનએ વેક્સીન તૈયાર કરી છે. કંપનીના ચેરમેનનાં જણાવ્યા અનુસાર, ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલમાં વોલેન્ટિયર્સને રસીનો ડોઝ આપવામાં આવી છે. ડેટા મોનિટરિંગ બોર્ડને આ રસી ઉપયોગ માટે સલામત હોવાનું જાણવા મળ્યું છે. તેના આધારે ફેઝ 2 ટ્રાયલ્સ શરૂ થશે.
પટેલનાં જણાવ્યા મુજબ, 1,000 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રાયલ મલ્ટિ-સેન્ટ્રીક, રેન્ડમાઇઝ્ડ, ડબલ બ્લાઇન્ડ પ્લેસીબો કન્ટ્રોલ સ્ટડી હશે. ત્યારબાદ આ ડેટા રેગ્યુલેટર્સને સબમીટ કરવામાં આવશે. કંપની માર્ચ 2021 સુધીમાં તેની રસી બજારમાં ઉતારવાની આશા રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.