સ્વેદેશી વેન્ટીલેટર ધમણ-1 વિવાદ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું મોટું નિવેદન

સ્વદેશી વેન્ટીલેટર ધમણ-1 વિવાદ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અગ્ર સચિવે જણાવ્યું કે ધમણ-1 વેન્ટિલેટરને લાયસન્સની જરૂર નહી પડે. જ્યોતિ સીએનસી કંપનીએ વિનામૂલ્યે વેન્ટિલેટર આપ્યાં છે. આ સાથે જ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ વેન્ટિલેટરની ભારે અછત વર્તાઇ રહી છે. તેવામાં ધમણ-1 વેન્ટિલેટર ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ બન્યું છે.

રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.18/04/2020એ પ્રથમ 10 વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા.જ્યારે અત્યાર સુધી કંપનીએ કુલ 866 વેન્ટિલેટર આપ્યાં છે.

ભારત સહિત તમામ દેશોમાં વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ
સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ 8૬૬ નંગ વેન્ટિલેટર સપ્લાય કર્યા છે અને તે પણ વિનામુલ્યે. ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ડૉ. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- 2017ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી.

સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર – 2021 સુધીનો સમય
એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા. 11 ફેબ્રુઆરી, 2020ના જી. એસ. આર. 102 (E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા. 1 એપ્રિલ, 2020 થી અસરકર્તા આ નોટિફિકેશનમાં 37 વસ્તુઓની યાદી છે, જેના લાયસન્સની આવશ્યકતા છે. આ 37 વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે, ધમણ-1 ના લાયસન્સની આજની તારીખે કોઈ આવશ્યકતા નથી. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ઉપરોક્ત 37 સિવાયની કોઈપણ મેડિકલ ડિવાઈસના ઉત્પાદકો આ નોટિફિકેશનની તારીખ થી 18 મહિના સુધીમાં એટલે કે તારીખ 21 ઓક્ટોબર, 2021 સુધીમાં પોતાના ઉત્પાદનોનું  સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રમાણે પણ જો ધમણ-1 ના ઉત્પાદકો રજીસ્ટ્રેશન કરાવવા કે લાયસન્સ લેવા ઈચ્છે તો તેના સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર – 2021 સુધીનો સમય છે.

વેન્ટિલેટર માટેના માપદંડો પરિપૂર્ણ કરે છે ધમણ-1
જ્યોતિ સી.એન.સી.એ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઇ.એસ.ઓ. હેઠળ જરૂરી IEC 60601 માપદંડ મુજબ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે. ભારત સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટદ કમીટીના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-1 પરિપુર્ણ કરે છે. એટલું જ નહીં આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિએ વેન્ટિલેટર ના નિર્માણ-ખરીદી માટે જે 24 ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ જ્યોતિ સી.એન.સી. નો સમાવેશ કરવામાં અવ્યો છે.

Higlight
ધમણ-1 સેફ્ટી અને પર્ફોમન્સમાં પાસ થયું

9 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં થયું હતું ડેમોસ્ટ્રેશન

ધમણ-1ને ડીસીજીઆઈના લાયસન્સની જરૂર નથી.

જ્યોતી સીનસીએ વિના મૂલ્યે વેન્ટિલેટર આપ્યા

કંપનીએ 18 એપ્રિલે 10 વેન્ટિલેટર આપ્યા હતા

અત્યારસુધીમાં કંપનીએ 866 વેન્ટિલેટર આપ્યા છે

ધમણ -1 સેફ્ટિ અને પર્ફોમન્સ ટેસ્ટમાં પાસ થયું

વેન્ટિલેટરના રજિસ્ટ્રેશન માટે હજુ 2021 સુધીનો છે સમય

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.