શાહજહાંપુરની એક મેડિકલ કૉલેજમાં લૉનો અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીએ દાવો કર્યો હતો, કે સ્વામી ચિન્મયાનંદે તેનુ યૌન શોષણ કર્યુ છે
શાહજહાંપુર સ્થિત એમએસ લૉની વિદ્યાર્થીની દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના ગંભીર આરોપો બાદ બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદની મુશ્કેલી વધી હતી, હવે એસઆઇટીએ તેમની યૌન શોષણ મામલે ધરપકડ કરી છે. રિપોર્ટ પ્રમાણે સીટે સ્વામી ચિન્મયાનંદે તેમના આશ્રમમાંથી ઉઠાવી લીધા છે.
આ પહેલા સ્વામી ચિન્મયાનંદને શાહજહાંપુર મેડિકલ કૉલેજમાંથી કેજીએમયુ માટે રેફર કરી દેવાયા હતા, પણ તે સીધા કેજીએમયૂ ન હતા ગયા, તે મેડિકલ કૉલેજથી પોતાના મુમુક્ષુ આશ્રમમાં ગયા હતા.
રિપોર્ટ હતા કે, કલમ 164 હેઠળ વિદ્યાર્થીનુ નિવેદન લેવામાં આવ્યુ, ત્યારબાદ સોમવારે મોડીરાત્રે સ્વામી ચિન્મયાનંદની હાલત એકદમ બગડી ગઇ હતી. રાત્રે લગભગ આઠ વાગે મેડિકલ કૉલેજ અને પ્રાઇવેટ ડૉક્ટરોની ટીમે આશ્રમમાં તેમના આવાસ દિવ્યધામ પહોંચી અને સારવાર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.