સ્વામીનારાયણ મંદિરના સ્વામીજી પાસે દાનમાં આવેલા ડોલર સસ્તામાં આપવાની લાલચે છેતરપિંડી

રાજસ્થાનના ખેડૂત પાસેથી બે લાખ રોકડા પડાવી કારમાંથી નીચે ઉતારી બે ઠગો ભાગી ગયા

સવામિનારાયણના સ્વામી પાસે દાનમાં આવેલા ડોલર સસ્તામાં લઇ રૃપિયા કમાવવાની લાલચ આપી બે ઠગોએ રાજસ્થાનના ખેડૂતને વડોદરા બોલાવી બે લાખ રોકડા પડાવી બંને ઠગો કારમાં ફરાર થઇ ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના નાગોર જિલ્લાના જાયેલ તાલુકામાં ડેહ ખાતે રહેતા અજયપાલ અરવણરામ જાટ ખેતી કરે છે. તા.૧૩ મેના રોજ તેના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો અને પોતે વડોદરાથી રાકેશ બોલે છે તેમ જણાવી સસ્તા ભાવે ડોલર આપવાની ઓફર કરી હતી પરંતુ અજયપાલે ના પાડી દીધી હતી. જો કે રાકેશ વારંવાર ફોન કરી લલચાવતો હતો અને ે ડોલર ખરીદવા હોય કે ના ખરીદવા હોય પરંતુ પોતનો મિત્ર ગણીન વડોદરામાં સ્વામીનારાયણ મંદિરના સ્વામીજીને મળવા આવો તેમ કહેતો હતો.

રાકેશની વાતમાં આવી જઇ તા.૨૧ જુલાઇના રોજ અજયપાલ તેના સંબંધી હરદેવ અખારામ જાટની સાથે બસમાં બેસી દુમાડ ચોકડી આવી રાકેશને ફોન કરતા રેલવે સ્ટેશન અને બાદમાં ઇનઓર્બીટ મોલ બોલાવતા અજયગીરી તેના સંબંધી સાથે મોલ પાસે જતા ત્યાં રાકેશ મળ્યો હતો. બાદમાં રાકેશ એક રિક્ષામાં બેસાડી અજયપાલ અને હરદેવને અક્ષરચોક લઇ ગયો હતો જ્યાં એક વેગનઆર કારમાં તુષાર પટેલ નામની વ્યક્તિ કારમાં બેસાડીને તમામને અટલાદરા સ્વામીનારાયણ મંદિરના ૩ નંબરના ગેટ પાસે લઇ ગયો  હતો. બપોરના એક વાગ્યો હોવાથી હાલમાં બપોરે સ્વામીજી ઊંઘી ગયા હશે તેમની સાથે સાંજે ભેટ કરાવી દઇશ ડોલર ખરીદવા માટેના પૈસા મને હાલમાં આપી દો તેમ તુષારે જણાવતા અજયપાલે પોતાની પાસેના રૃા.૨ લાખ તુષારને આપી દીધા હતાં. ત્યાર બાદ કારમાં તમામને બેસાડી તુષાર મંદિરમાં ગયો હતો અને ૧૦ મિનિટમાં તે પરત ફરી કાર લઇને અલકાપુરી સુવર્ણપૂરી સોસાયટીમાં લઇ ગયો હતો. સોસાયટીમાં તુષાર અને રાકેશે અજયપાલ તેમજ તેના સંબંધીને થોડા સમય માટે નીચે ઉતરો તેમ જણાવતા બંને કારની નીચે ઉતરતા જ તુષારે કાર ભગાવી મુકી હતી. ત્યાર બાદ બંનેનો સંપર્ક કરવાનો પ્રયત્ન છતા સંપર્ક નહી થતા આખરે અજયપાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભેજાબાજોની વધુ તપાસ હાથ ધરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.