જૂનાગઢઃ માંગરોળના સ્વામિનારાયણ મંદિરના એક યુવાન સાધુને એક મહિલા સાથે લપસાવ્યા બાદ ૫૦ લાખની માંગણી કરનારી ટોળકી પોલીસના સકંજામાં આવી હતી, તે ચારેય આરોપીને લઈને આજે માંગરોળ પોલીસે અમદાવાદની તે હોટેલમાં તપાસ કરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા. આરોપીને બે દિવસના રિમાન્ડ પર લઈને સાધુની કામલીલાનો વિડીયો અને તેમાં વપરાયેલા સાધનો કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના ૨૯ વર્ષીય સાધુ ગોપાલચરણ પ્રેમવતી નદનદાસજીની ફ્રિયાદ પરથી ઇન્ચાર્જ સીપીઆઈ એન.આઈ.રાઠોડે તપાસ કરીને ચારેય આરોપી અમદાવાદની અજીયાબાનું શેખ, જુથળ ગામના ભાવેશ લાડાણી, વિક્રમસિંહ કાગડા અને અજાબ ગામનો જીતું વડારિયાની ધરપકડ કરીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોપ્યા હતા.
જે આરોપીઓને લઈને માંગરોળ પોલીસ આજે અમદાવાદની જે હોટેલમાં સાધુએ રંગરેલિયા મનાવેલી તે નવરંગપુરામાં આવેલ સરોવર કોમ્પલેક્ષમાં હનીબની હોટેલમાં લઈ ગયા હતા, અહી તેમની ઓળખવિધિ કરાવીને તેઓ ગઈ તા.૨૪ નવેમ્બરના રોજ બપોરે સાધુને આ હોટેલમાં બોલાવ્યા હતા, જેથી હોટેલના સીસીટીવી ફ્ૂટેજ તપસ્યા હતા, અને પુરાવાઓ એકત્ર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.