મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી કલોલ સ્થિત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટે કરૂણા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત 1200 કિલો દોરીનો વેસ્ટેજ જથ્થો ભેગો કરી નાશ કર્યો હતો. પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરૂણા અભિયાનની જવાબદારીઓ ઉપાડી લઈને સમગ્ર કલોલતાલુકામાંથી પ્રાથમિક શાળાઓના સહયોગથી 1200 કિલો કરતા વધારે દોરીનો જથ્થો ભેગો કર્યો હતો.
મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, શાંતિપ્રિયદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી, કલોલ નગરપાલિકાના ઉત્સાહી યુવા પ્રમુખ લવ બારોટ, ગ્રીન પ્લેનેટના અહેમદ પઠાણ વગેરે મહાનુભાવો, પ્રહલાદ નર્સરીના માલિક પ્રહલાદભાઈ ઠાકોર, કાર્યકરો તથા કલોલ તાલુકાની 200 કરતાં વધારે શાળાઓના શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી તથા કલોલ નગરપાલિકાના યુવા પ્રમુખ, અહેમદ પઠાણ,કલોલ તાલુકાનાં શિક્ષકોની હાજરીમાં પ્રાણઘાતક ચાઈનીઝ દોરીનો 1200 કિલો જથ્થાને બાળીને નાશ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.