સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન અપાવવાનું કહી ૧૩.૭૫ કરોડની ઠગાઈના કેસમાં બે જમીન માલિક ઝડપાયા..

કરજણના જૂની જીથરડી ગામે આવેલી જમીન લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને વેચાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ  જણાવી ૧૩.૭૫ કરોડની છેતરપિંડી વડોદરાના  બિલ્ડર  સામે કરવામાં આવી હતી. આ કેસમાં સીઆઈડીએ બે જમીન માલિકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, બીટકોઈન કૌભાંડી શૈલેષ બાબુભાઈ ભટ્ટે શહેરના બિલ્ડર સોનેશ પટેલને કરજણના જૂની જીથરડી ગામની જમીન બતાવી સોદો કરાવ્યો હતો. શૈલેષ ભટ્ટે એવી લાલચ આપી હતી કે આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઊંચા ભાવે લેવા તૈયાર છે. જેથી મોટો ફાયદો થશે. બિલ્ડરને વિશ્વાસમાં લેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે.પી. સ્વામી તથા નાના સ્વામી પાસેથી ૧૦ લાખ રૃપિયા ટોકન પેટે પણ અપાવ્યા હતા. પરંતુ આ રૃપિયા સોનેશ પટેલ જમીન માલિકને ચૂકવ્યા હતા. તેનાથી જ આપવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ રીતે સોનેશ પટેલ પાસેથી ૧૩.૭૫ કરોડ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ સીઆઈડી ક્રાઈમ વડોદરા દ્વારા કરવામાં  આવી રહી છે. આ ગુનામાં સીઆઈડીએ બે જમીન માલિક  ૧. અનુપમ બાબુભાઈ પટેલ  અને ૨. નગીન અંબાલાલ પટેલ (બંને રહે. કરજણ)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી ગુનાના મૂળ સુધીપહોંચવા માટે  સીઆઈડીએ રિમાન્ડ મેળવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.