સ્વર્ગથી સુંદર ટાપુ પર ફરવાનો જ નહીં કમાવાનો પણ ચાન્સ, આ ડિગ્રી હશે તો મળશે દોઢ કરોડ પગાર

સ્કૉટલેન્ડનો એક ખૂબ જ સુંદર ટાપુ છે, જ્યાં રહેવા માટે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. જ્યાં રહેવું અને ખાવું તદ્દન મફત હશે. 1.5 કરોડ રૂપિયા પણ મળશે, પરંતુ એક નાનકડી શરત છે, જેને તમારે પુરી કરવાની રહેશે.

દુનિયામાં ઘણા સુંદર ટાપુઓ છે, જ્યાં લોકો રજાઓ માણવા જાય છે. તેના માટે લાખો રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતુ, એક સુંદર આઇલેન્ડ તમને બોલાવી રહ્યો છે, જ્યાં રહેવું-ખાવું તમામ વસ્તુ એકદમ મફત છે. એટલું જ નહીં, અહીં રહેતા લોકોને 1.5 કરોડ રૂપિયા પણ મળશે. જોકે, એક શરત છે. જો તમે આ કંડીશનમાં ફિટ બેસો છો, તો

મેટ્રોની રિપોર્ટ અનુસાર, ઉઇસ્ટ અને બેનબેકુલા (Uist And Benbecula) નામનો આ આઇલેન્ડ સ્કૉટલેન્ડના પશ્ચિમ કિનારે આવેલું છે. હાલ અહીં માત્ર 40 લોકો રહે છે, પરંતુ આવતા ઉનાળામાં ઘણા પ્રવાસીઓ આ ટાપુ પર પહોંચે તેવી શક્યતા છે. જેને જોતા અહીંના પ્રશાસને અમુક પોસ્ટ હટાવી દીધી છે. પહેલી પોસ્ટ છે જનરલ પ્રેક્ટિશનર એટલે કે ડૉક્ટરોની છે. પરંતુ, તેના માટે જે સુવિધાઓની વાત કહેવામાં આવી છે, તે ખરેખર ખૂબ જ અનોખી છે.

NHS વેસ્ટર્ન આઇસ્લની તરફથી બહાર પાડવામાં આવેલી ભરતીમાં કહેવામાં આવ્યું છે કે, ડૉક્ટરને 1 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપવામાં આવશે. જે બ્રિટનના ડૉક્ટરથી લગભગ 40 ટકા વધારે છે. 8 લાખ રૂપિયા ટ્રાન્સફર એલાઉન્સ, 1.3 લાખ રૂપિયા વર્કિંગ એલાઉન્સ અને 11 લાખ રૂપિયા ગોલ્ડન એલાઉન્સ અલગથી આપવામાં આવશે. આ મુજબ, આ મહત્તમ પગાર હશે. બધું જોડીને પ્રત્યેક ડૉક્ટરનો આશરે 1.5 કરોડ રૂપિયા મળશે. એટલું જ નહીં, અઠવાડિયામાં ફક્ત 40 કલાક કામ કરવાનું હશે.

નોકરીની જાહેરાતમાં લખ્યું છે કે, આ શાનદાર ટાપુ પર તમારૂં સ્વાગત છે. અરજદારોને ગ્રામીણ ચિકિત્સા માટે જુસ્સો હોવો જોઈએ. ભરતી બેનબેકુલા મેડિકલ પ્રેક્ટિસ પર આધારિત હશે. તમારે સમુદ્ર તટના વિસ્તારમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. મોટાભાગના બહારના લોકોને જ તેના માટે તક આપવામાં આવશે. અહીં એક સ્કૂલ પણ છે, જેના માટે પ્રિંસિપલ અને શિક્ષકની શોધ કરી રહ્યા છે.

આ શાળામાં 5 થી 11 વર્ષના ફક્ત 5 વિદ્યાર્થી છે, જ્યારે 2 વિદ્યાર્થીઓ નર્સરીમાં છે, જેમની ઉંમર ચાર વર્ષની આસપાસ છે. તેમને આશરે 62 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.સાથે જ 6 લાખ રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. તેમને પણ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.