કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોતાના ખરાબ સ્વાસ્થ્યને લઇને ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મુક્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. અમિત શાહે કહ્યું કે, ‘મને કોઈ બીમારી નથી. હું સવારથી લઇને મોડી રાત સુધી મારા કામમાં વ્યવસ્ત હોઉ છું.’ તેમણે એ પણ કહ્યું કે, ‘મારા મોતની પ્રાર્થના કરનારાઓને પણ ધન્યવાદ છે.’
તેમણે કહ્યું કે, ‘છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી મારા સ્વાસ્થ્ય વિશે અનેક મનઘડંત અફવાઓ ફેલાવવામાં આવી છે. ત્યાં સુધી કે અનેક લોકોએ મારા મૃત્યુ માટે પણ ટ્વીટ કરીને દુઆ માંગી છે. દેશ આ સમયે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે અને દેશનાં ગૃહમંત્રી હોવાનાં નાતે મોડી રાત સુધી પોતાના કામોમાં વ્યસ્ત હોવાના કારણે મે આ બધા પર ધ્યાન નથી આપ્યું.’
તેમણે આગળ લખ્યું કે, ‘જ્યારે મારા ધ્યાને આવ્યું તો મે વિચાર્યું કે આ તમામ લોકો પોતાના કાલ્પનિક વિચારોનો આનંદ લઇ રહ્યા છે, તે માટે મે કોઈ સ્પષ્ટતા ના કરી, પરંતુ મારી પાર્ટીનાં લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ ગત બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી. તેમની ચિંતાઓને હું નજરઅંદાજ ના કરી શકુ. આ માટે હું આજે સ્પષ્ટ કરવા ઇચ્છુ છું કે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઈ બીમારી નથી. હિંદુ માન્યતાઓ અનુસાર એવું માનવું છે કે આ પ્રકારની અફવાઓ સ્વાસ્થ્યને વધારે મજબૂત કરે છે. આ કારણે હું આવા તમામ લોકોથી આશા કરું છું કે તેઓ આ વ્યર્થ વાતો છોડીને મને મારું કામ કરવા દેશે અને પોતે પણ પોતાનું કામ કરશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.