દેશમાં અનલોક-1માં ધાર્મિક અને પુજા સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટેલિટિ સેવાઓ અને શોપિંગ મોલ 08 જુનથી ખુલવાનું છે. તેવામાં સ્વાસ્થ્યે મોલ, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દરેકે તેનું સખ્તાઈથી પાલન કરવું પડશે અને પાલન નહી કરનારા સામે એક્શન લેવામાં આવશે.
હોટલોએ આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
- એન્ટ્રસ ગેટ પર સેનેટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત
- લક્ષણો વગરના સ્ટાફ અને મહેમાનોને હોટલમાં આવવાની મંજુરી હશે, માસ્ક ફરજીયાત
- સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે મેનેજમેન્ટ દ્વારા પુરતા કર્મચારીઓ રાખવા પડશે
- કર્મચારીઓએ પણ ફરજિયાત માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા પડશે
- સિનિયર કર્મચારીઓ અને ગર્ભવતી કર્મચારીએ વધારે સતર્કતા રાખી લોકોના સીધા સંપર્કમાં આવે નહી તેનો ખ્યાલ રાખવાનો રહેશે
- શક્ય હોય ત્યાં હોટલ મેનેજમેન્ટ વર્ક ફ્રોમ હોમની સુવિધા પર ભાર આપે
- વાહનાના સ્ટિયરિંગ, દરવાજાના હેન્ડલ, ચાવીઓ વગેરેનું સેનિટાઝેશન કરવામાં આવે
- મહેમાન, કર્મચારીઓ અને સામાન માટે અલગથી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા હોવી જોઈએ
- હોટલમાં એન્ટ્રી માટેની લાઈનમાં લોકો વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર હોવું જોઈએ
- મહેમાનની જાણકારી જેવી કે ટ્રાવેલ હિસ્ટ્રી, મેડિકલ સ્ટેટસની સાથે સાથે ઓળખ પત્ર અને સેલ્ફ ડિકલેરેશ ગેસ્ટ દ્વારા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.