- પ્રધાનમંત્રી એ સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચીન અને પાકિસ્તાનના વિસ્તારવાદ તથા આતંકવાદ પર જોરદાર પ્રહારો કર્યા. પ્રધાનમંત્રીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ કહ્યું કે (પાકિસ્તાની) આતંકવાદ હોય કે (ચીનનો) વિસ્તારવાદ ભારત આજે જોરદાર મુકાબલો કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જેણે પડકાર ફેંકયા છે તેને તેમની જ ભાષામાં જ જવાબ આપ્યો.
ચીન અને પાકિસ્તાનની સાથે તણાવની વચ્ચે પ્રાધનમંત્રીએ કહ્યું કે ભારતની સંપ્રભુતાનું સમ્માન આપણા માટે સર્વોચ્ચ છે. આપણા જવાન શું કરી શકે છે એ લદ્દાખમાં દુનિયાએ જોઇ લીધું છે. LoC થી લઇ LAC સુધી દેશની સંપ્રભુતા પર જે કોઇએ આંખ ઉઠાવી છે દેશ એ , દેશની સેનાએ તેમનો એમની જ ભાષામાં જવાબ આપ્યો છે. હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ તમામ જવાનોને નમન કરું છું. આતંકવાદ હોય કે વિસ્તારવાદ ભારત આજે જોરદાર મુકાબલો કરી રહ્યું છે. આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
પીએમ મોદીએ પાડોશીઓ અને અરબ દેશોને કર્યા યાદ
તેમણે કહ્યું કે 192માંથી 184 દેશોએ ભારતને સંયુકત રાષ્ટ્રમાં અસ્થાયી સભ્યતા માટે ભારતને સમર્થન આપ્યું હતું. વિશ્વમાં કેવી રીતે આપણે પહોંચ વધારી છે તેનું આ ઉદાહરણ છે. આ ત્યારે થાય છે જ્યારે ભારત સશકત હોય, જ્યારે ભારત સુરક્ષિત હોય. ભારતનો સતત પ્રયાસ છે કે આપણા પાડોશી દેશોની સાથે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. પીએમ મોદીએ કહ્યુંલ કે આપણા પાડોશી દેશોની સાથે પછી તે જમીનથી આપણી સાથે જોડાયેલા હોય કે સમંદરથી આપણા સંબંધોની આપણે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારી સાથે જોડી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.