આજે દેશના 74માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન. સ્વર્ણિમ પાર્ક ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
કોરોનાના કારણે વિશેષ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે. કોરોનાના કપરાકાળમાં સીએમ રૂપાણીએ કોરોના વૉરિયર્સની કામગીરીને બિરદાવી હતી.
ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થઈ. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય તમામ મહત્વપૂર્ણ મહાનુભાવોએ ઝંડાને સલામી આપી હતી.
CM રૂપાણીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. CM રૂપાણીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓના વખાણ કર્યા. ગુજરાત સરકારે ઉપલબ્ધ કરેલી ઉપલબ્ધીઓની તેમણે પ્રસંશા કરી અને તમામ કલ્યાણકારી યોજનાઓની વિગતવારે ચર્ચા કરી હતી.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.