કાળાં નાણા વિરૂધ્ધની લડાઇમાં સરકારને વધુ એક મોટી સફળતા મળી છે, ભારત અને સ્વિઝરર્લેન્ડ વચ્ચે કાળા નાણાની માહિતીનાં આદાન પ્રદાનની નવી વ્યવસ્થા હેઠળ ભારતને પોતાના નાગરિકોનાં સ્વિસ બેંક ખાતાની બીજી યાદી સ્વિઝરર્લેન્ડ સરકાર પાસેથી મળી છે, અધિકારીઓએ માહિતી આપી છે, સ્વિઝર્લેન્ડે કહ્યું કે 86 દેશોની સાથે 31 લાખ બેંક ખાતાની માહિતી અંગે માહિતી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્વિઝર્લેન્ડએ સપ્ટેમ્બર 2019માં ભારત સહિત 79 દેશોની સાથે માહિતી વહેંચવામાં આવી હતી, કાળા નાણા સામે લડવાની દિશામાં એક મોટા પગલા તરીકે ભારતને સ્વિસ બેંકમાં તેના નાગરિકોનાં બેંક ખાતા અંગેની માહિતી આપવામાં આવી હતી.
ભારતે તે 86 દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિઝરર્લેન્ડનાં ફેડરલ ટેક્સ એડમિસ્ટ્રેશનએ આ વર્ષે AEOI પર વૈશ્વિક માપદંડોનાં માળખાની અંદર બેંક ખાતાની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે, ભારતને AEOI હેઠળ સપ્ટેમ્બર 2019માં સ્વિઝરર્લેન્ડથી માહિતીનો પહેલો સેટ મળ્યો હતો, જ્યારે તેમાં 75 દેશ સામેલ હતાં.
FTAએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું આ વર્ષે માહિતીનાં આદાન-પ્રદાનમાં લગભગ 31 લાખ બેંક ખાતાનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે ખાતાની સંખ્યા 2019માં સમાન હતી, નિવેદનમાં સ્પષ્ટ રીતે 86 દેશોનાં વચ્ચે ભારતનું નામ ન હતું, અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ભારત તે અગ્રણી દેશોમાં સામેલ છે, જેની સાથે સ્વિઝરર્લેન્ડે સ્વિસ બેંકોનાં ગ્રાહકો અને વિવિધ નાણા ખાતા અંગે માહિતી પુરી પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.