તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબર નું સિગ્નલ એલર્ટ અપાયું
News Detail
રાજ્યના કેટલાય ભાગો માં જ્યાં ઋતુનો મિજાજ કેટલાક દિવસઃથી સતત બદલાતો નજરે પડી રહ્યો છે,ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યાં રાત્રી ઠંડીની અસર બપોરે ગરમીની અસર તો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી માહોલ વરસવાની બાબતે ખેડૂતોની ચિંતા માં વધારો કર્યો છે,તેમજ બદલાતા મૌસમના મિજાજ ના કારણે તાવ,શરદર્દ,માથાના દુઃખાવા થવા જેવી બાબતો પણ વધતી સામે આવી રહી છે,
તેવામાં હવે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભરૂચ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સતર્ક બન્યું છે,તેમજ દહેજ બંદર ખાતે ૧ નંબર નું એલર્ટ સિગ્નલ જાહેર કરી માછીમારો ને દરિયો ન ખેડવા ના સૂચનો આપવા સાથે દરિયા કાંઠે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે,
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદ ની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે,મૌસમના બદલાતા મિજાજ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધરતી પુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે,તેમજ મગ તુવેર,કપાસ સહીતની શકભાજી નો પાક લેતા ખેડૂતોને નુકશાની નો ભય વર્તમાન સ્થિતિ બાદ થી સતાવી રહ્યો છે,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.