ભારતમાં વધતા કોરોના સંકટમાં બીસીસીઆઈને વિશ્વાસ છે કે ટી-20વિશ્વ કપ ઓક્ટોબરમાં ભારતમાં થશે પણ તેને 9ને બદલે 5 શહેરમાં યોજવામાં આવી શકે છે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અમને આશા છે કે હજુ પાંચ મહિનાનો સમય છે અને લોકોને વેક્સીન મળી રહી રહી છે તો વિશ્વકપ ભારતમાં જ યોજાશે. એવું શક્ય છે કે તેને 9 શહેરોને બદલે 5 શહેરોમાં યોજવામાં આવે.
આઈસીસીના એક નિરીક્ષક દળે 26 એપ્રિલે દિલ્હી આવીને આઈપીએલના બાયો બબલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું પણ ભારત યાત્રા પર લાગેલા પ્રતિબંધના કારણે આ પ્રવાસ કેન્સલ કરાયો હતો.
આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે ટૂર્નામેન્ટ યૂએઈમાં કરાવવાનો હાલમાં કોઈ વિચાર કરાયો નથી. તેઓએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સમયે નિર્ણય લેવો ઉતાવળ ભર્યું હોઈ શકે છે. ટીમ આવી નહીં કેમકે યૂએઈથી ભારતની યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે.
ધીરજે કહ્યું કે તેમાં કંઈ નવું નથી. જો આવનારા 5 મહિનામાં સ્થિતિ સામાન્ય ન થઈ તો અન્ય યોજના તૈયાર રાખવાની રહેશે.
શ્રીલંકા, બાંગ્લાદેશ કે અન્ય દેશમાં આઈસીસી ટી-20 વિશ્વ કપ 3 કે 4 શહેરોમાં થાય છે પણ ભારતમાં બોર્ડની રાજનીતિના કારણે તે શક્ય નથી. વિશ્વ કપ 2021 અને ટી-20 વિશ્વકપ 2016ના આયોજનની સાથે જોડાયેલા બોર્ડના અધિકારીએ કહ્યું કે અહીં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું શહેર કોલકત્તા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લનું શહેર લખનઉ, સચિવ જય શાહનું શહેર અમદાવાદ અને કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું શહેર ધર્મશાળા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.