બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે, ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ,ભારતમાં જ રમાડી શકાશે

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતાં બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડી શકાશે.

હાલમાં આઇપીએલ બાયો બબલમાં રમાઇ રહી છે પણ બીસીસીઆઇ સામે મુખ્ય પડકાર ટી-20 વર્લ્ડકપ પ્રતિકુળ પરિસ્થિતિમાં રમાડવાનો છે.

તેમાં માત્ર એટલો ફરક પડી શકે છે કે તે નવ શહેરોના સ્થાને ચાર અથવા પાંચ શહેરોમાં રમાડી શકાય છે. આઇસીસીની નિરિક્ષણ ટીમ 26 એપ્રિલે દિલ્હી આવીને આઇપીએલના બાયો બબલનું નિરિક્ષણ કરવાની હતી પણ ટ્રાવેલ બેનના કારણે તેમનો પ્રવાસ સ્થગિત રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.