T-20 વલ્ડઁ કપ બાદ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાનાં કોચ પદેથી આપશે રાજીનામું, જાણો કેમ આપશે..

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વલ્ડઁ કપ બાદ બેટિંગ પર ફોકસ કરવા માટે ટી -૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. હવે ટીમ ઇન્ડિયાનાં હેડ કોચ રવિ શાસ્ત્રી પણ આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ પદ છોડી શકે છે. જો કે હજુ ખુદ શાસ્ત્રી તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

ટીમ ઇન્ડિયાનાં કોચ તરીકે પૂવઁ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેની વાપસીની પ્રબળ શકયતા છે. સૌરવ ગાંગુલી આગેવાનીવાળી બીસીસીઆઈ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-૨૦ વલ્ડઁ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાયઁકાળ પૂરો થવા પર મુખ્ય કોચ પદ માટે અરજી કરવાનુઓ કહી શકે છે.

અનિલ કુંબલે કોચ બનવા માટે રાજી થશે કે નહીં તેના પર હજુ કંઈ કહી શકાય નહીં. નામ ન જાહેર કરવાની શરત પર બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, અનિલ કુંબલેને બહાર કાઢવાના પ્રકરણમાં સુધારો કરવાની જરૂર છે. જે રીતે સીઓએ કોહલીના દબાણમાં આવીને તેને હટાવ્યા હતા તે સારું ઉદાહરણ નહોતું. કોહલી અને લક્ષ્મણ કોચ માટે અરજી કરવા પર રાજી થશે કે નહીં તે વાત પર નિર્ભર છે.

https://www.youtube.com/watch?v=8ILXdJldq70

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.